માંગરોળ ના હુસેનાબાદ સુપરવડ પાસે હાઇવે પર સર્જાયો અકસ્માત, બે મિત્રોના ના થયા મોત,,
આ અંગે ની પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ ના હુસેનાબાદ સુપર વડ વેરાવળ રોડ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક બોઘી માં અથડાતા અકસ્માત સર્જાયો હતો.
હુસેનાબાદ ના બે મિત્રો અયુબ મોહમદ કાલવાત અને રવિ રણજીત કામરીયા આરેણા તરફથી હુસેનાબાદ બાજુ આવી રહયા હતા તે દરમિયાન ત્યાં બંધ હાલતમાં પડેલી બોઘી માં બાઈક અથડાઈ હતી. જેમાં બંને મિત્રોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
બંને ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જેમાં અયુબ મોહંમદ કાલવાત ઉંમર ૨૧ ને તબિબો દ્વારા મૃત જાહેર કરાયો હતો જ્યારે બીજા મિત્ર રવિ રણજિત કામરીયા ઉંમર ૨૨ ને માંગરોળ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપી હતી વધુ ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ ત્યાં જ તેનું મુત્યુ થયું છે.
સમગ્ર ઘટના બોઘી ચાલક દ્વારા રસ્તાની વચ્ચે બોઘી કોઈપણ આડસ કે સાઈડ લાઈટ વિના પાર્ક કરેલ હોવાનું જાણવા મળેલ છે . આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
હાલમાં હુસેનાબાદના બે યુવાનો નું અચાનક મુત્યુ થતા સમગ્ર માંગરોળ પંથકમાં ગમગીની છવાઈ છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


