Gujarat

માંગરોળના દિવરાણા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતા ગ્રામજનો

માંગરોળના દિવરાણા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા આવી પહોંચતા ગ્રામજનો ઉત્સાહભેર આવકારી હતી.

આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે છેલ્લાં બે દાયકાની વિકાસ ગાથા રજૂ ફિલ્મને ગ્રામજનોએ નિહાળી હતી. ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકરી અને અધિકારીઓ પણ પ્રાસંગિક સંબોધન કરીને પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મુરિબેન ચુડાસમા, અગ્રણી શ્રી જેઠાભાઈ ચુડાસમા, મામલતદાર શ્રી પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી જોશી, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ક્લસ્ટર ગામના આગેવાનો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *