Gujarat

માંગરોળમા ગાયત્રી ભવાની સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતી ઈકોફ્રેન્ડલી માટીની મુર્તી સ્થાપન કરી ઈશ્વરીય ભક્તિ સાથે પ્રકૃતિ બચાવવા ગાયત્રી ભવાની સોસાયટી ના રહીશોનુ પ્રથમ પ્રયાસ…

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરાયુ જેમા  ગણપતી બાપાની મહાઆરતી પુજા આરધના સાથે સમાજના લોકોમા પયાઁવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ એક અલગ મેસેજ જાય તે માટે ગણેશજીની ઇકોફેંડલી માટીની મૂર્તિની ખુબજ શ્રદ્ધાભેર સ્થાપના કરાઈ છે તેમજ રહીશો દ્વારા પ્રકૃતિ પ્રેમ દર્શાવાની સાથેજ ઈશ્વરીય તાદાત્મ્ય જાડવવા આ મૂર્તિ નૂ વિસર્જન પણ સોસાયટી માંજ કરાશે તેમજ તેમાંથી થયેલ માટી સોસાયટીના દરેક રહીશોને પ્રસાદી સ્વરુપે દરેક ના ઘરોમા તુલસી અને ફુલના કુંડાઓમા અથવા વૃક્ષરોપણના ઉપયોગમા લેવામા આવશે. આ સાથે દરરોજ સાંજે રહીશો દ્વારા દરેક પોતાના ઘરે અલગ અલગ આરતીની થાળી બનાવી સમુહમાં મહાઆરતીનો આયોજન પણ કરવામા આવી રહ્યું છે જેમા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી પુર્ણપ્રકાશજી, માંગરોળ મામલતદાર પરમાર સાહેબ, ડીવાયએસપી કોડીયાતર સાહેબ, પીએસઆઇ પરમાર સાહેબ, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, નોકરિયાત સહકારી મંડળી તેમજ પેન્શનર સમાજ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,  શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા,  સહીત ના આગેવાન અને ગાયત્રી ભવાની સોસાયટી ના ભાઇઓ બહેનો એ મોટી સંખ્યામા દર્શનનો તેમજ મહા આરતીનો લાભ લીધો હતો આ ગણેશોત્સવ ને સફળ બનાવવા ગાયત્રી ભવાની સોસાયટી ના ભાઇઓ અને બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20220904_195305.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *