ભુજ
માંડવી તાલુકાના ત્રગડી અને ગુંડિયાડી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં ગઈકાલે બપોરે અશ્વદોડ યોજાઈ હતી, જેમાં જિલ્લાનાં અલગ અલગ સ્થળના ઘોડેસવારો ભાગ લેવા આવ્યા હતા. આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો ધૂળની ડમરીઓને કારણે માર્ગ નજીક લાગેલા વીજ-થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતાં યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. એમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં મૃત્યુ થયું હતું.માંડવી તાલુકાના ત્રગડી ગામની સીમમાં અશ્વદોડ યોજાઈ હતી. આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાતાં ઘોડેસવાર યુવકનું એક વીજ-સ્તંભ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓને કારણે માર્ગની બાજુમાં લાગેલા વીજ- સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
