(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદર-જુનાગઢ રોડ ઉપર આવેલું ચંદ્ર-શ્રુતિ વૃદ્ધાશ્રમ તરછોડાયેલા કે જેમને કોઈ વંશવારસ ન હોય તેવા વૃદ્ધો માટે હુંફ બની ગયું છે. આ વૃદ્ધાશ્રમ અન્ય વૃદ્ધાશ્રમો કરતા જરા જુદુ એટલા માટે છે કે તેમાં વસતા વૃદ્ધોની સાથે માલિકો એટલા બધા હળીમળી ગયા છે કે જાણે આ વૃદ્ધોને પારકા પણ પોતીકા લાગતા માલિકો સાચા દીકરા બની ગયા છે.
વૃદ્ધોને આ ચંદ્ર-શ્રુતિ વૃદ્ધાશ્રમ પોતાનું ખરું ઘર બની ગયું હોય તેવું મહેસૂસ થાય છે. આજરોજ માણાવદર ઉમિયા મહિલા મંડળની બહેનોએ આ વૃદ્ધાશ્રમ (જો કે તેને વૃદ્ધાશ્રમ નહી પરંતુ ખરા દીકરાઓનું હુંફ આપતું નિકેતન કહેવાય)ની મુલાકાત લીધી હતી અને પરસ્પર લાગણીઓની આપલે કરી વૃદ્ધો સાથે આ મહિલાઓએ ગરબે રમી વૃદ્ધોને આનંદનો અહેસાસ કરાવ્યો હતો અને તમામ વૃદ્ધોને આઈસ્ક્રીમ ખવડાવી પોતીકાપણાના ભાવ વ્યક્ત કર્યા હતા. આ મુલાકાતથી વૃધ્ધોના ચહેરા ઉપર નવીજ આભા પ્રગટી હતી.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


