Gujarat

“માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત માતરિયા તળાવ ખાતે “હેપ્પી સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવ્યું

‘માય લીવેબલ ભરૂચ’ પહેલ અંતર્ગત આયોજિત હેપ્પી સ્ટ્રીટને સફળ બનાવવા માટે સહયોગ આપવા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાની જનતાને અપીલ
 “માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત માતરીયા તળાવ ખાતે ‘માય લીવેબલ ભરૂચ’ અંતર્ગત ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
   આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન નાગરીકોના મનોરંજન માટે કરવામાં આવેલ છે.જાહેર જનતાને હેપ્પી સ્ટ્રીટમાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે. વધુમાં, તેમણે શહેરના દરેક નાગરીક હેપ્પી સ્ટ્રીટ’માં આવી સહભાગીદાર બનો, ‘માય લીવેબલ ભરૂચ’ પહેલ અંતર્ગત આયોજિત હેપ્પી સ્ટ્રીટને સફળ બનાવવા માટે સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.
      હેપ્પી સ્ટ્રીટ’ કાર્યક્રમમાં વિવિધ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં ઈલેકટ્રીફાઈન, સેલ્ફ ડીફેન્સ કલાસીસ,સાપ સીડી, લુડો, લંગડી,રસ્સા ખેંચ,સ્પાઈરલ બોલ ગેમ્સ,કપલ રેસ વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ખાણી પીણીની સ્ટોલ પણ અત્રે જનતા માટે ઉભી કરવામાં આવી હતી.

facebook_1664098936919_6979736827518450523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *