Gujarat

માળિયાહાટીના ઝુઝારપુર ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું બાળાઓએ કુમ-કુમ તિલક કરી રથને આવકાર્યો,  ગ્રામજનોએ ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મ નિહાળી

માળિયાહાટીના તાલુકાના ઝુઝારપુર ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળાઓએ કુમ-કુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરાયું હતું.

વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા જિલ્લામાં ફરી રહી છે અને રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો દેખાડવામાં આવી રહી છે. ત્યારે આજે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા માળિયાહાટીના તાલુકાના ઝુઝારપુર ગામે પહોંચતા બાળાઓએ કુમ-કુમ તિલક કરી રથને આવકાર્યો હતો અને આ રથમાં રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો દેખાડાઇ હતી. તે ઉપરાંત મહાનુભાવોના હસ્તે રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય હિરાભાઇ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય રાજાભાઇ પટાટ, મામલતદાર પી.એ.ગોહેલ, વિસ્તરણ અધિકારી એલ.એમ.સોલંકી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

zuzarpur-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *