Gujarat

મુંડા-ધૈણનો ઉપદ્રવ અટકાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની ભલામણો

વરસાદ બાદ પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. જેથી આ વૃક્ષોના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ થઈ શકે, શેઢે-પાળેના ઝાડ પર કારબારીલ (૫૦ વેટેબલ પાવડર) ૪૦ ગ્રામ અથવા ક્વીનાલફોસ (૨૫ ઈસી) ૨૫ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, પ્રકાશ પિંજર ગોઠવી ઢાલીયા એકઠા કરી તેના નાશ કરવો, આ માટે ખેડૂતોએ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોસીનવાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલીયા પ્રકાશ સામે આકર્ષાઈને નીચે રહેલ પાણીમાં પડીને નાશ પામે છે અને ઉભા પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (૨૦ ઈસી)  અથવા ક્વીનાલફોસ (૨૫ ઈસી) ૨૫ મિલી દવા હેક્ટરે ચાર લીટર પ્રમાણે નિયત પાણી સાથે ટીપે ટીપે આપવી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જી.એસ. દવેએ જણાવ્યું હતું.

ઉપરાંત આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી ખેતી, કે.વી.કે., તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક,  જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિ.) અથવા કિસાન કોલ સેન્ટર ના ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરી પણ ખેડૂતો માર્ગદર્શન મેળવી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દવેએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *