Gujarat

મુખ્યમત્રીનો સ્વાગત ઓનલાઇન ૨૩ જુનના રોજ મૂલત્વી

ગાંધીનગર
મહિનાના ચોથા ગુરુવારે યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ૨૩ જૂનના રોજ અનિવાર્ય સંજાેગોમાં લીધે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવે છે. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળતા હોય છે અને સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. આગામી ગુરૂવાર તા.ર૩ મી જૂન-ર૦રરના ગાંધીનગર ખાતે યોજાનારો આવો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહિ. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા સૌ અરજદાર નાગરિકોને આ અંગેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

India-Gujarat-Gandhinagar-The-Chief-Ministers-welcome-online-program-was-postponed-till-June-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *