નસવાડીમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા સલમાનહુસેન શેખની મોટર સાયકલ સ્પ્લેન્ડર પલ્સ જેનો નંબર GJ-23-DD-0738 તેઓની ઓફીસ નીચેથી ગત 20 તારીખે ચોરાઈ હતી જેની શોધખોળ કર્યા બાદ પણ મોટરસાયકલ ના મળી જેને લઈ સલમાને એફ.આઈ.આર. કરવા રાજ્ય સરકારના ગૃહ વિભાગે વાહન ચોરી માટે શરૂ કરેલ ઓનલાઈન સુવિધાનો લાભ લીધો અને ઘરે બેઠા જ પોતાની મોટરસાયકલ ચોરી થયા અંગેની એફ.આઈ.આર. નોંધાવી છે. ટેકનોલોજીના ઉપયોગથી લોકોના સમયનો વેડફાટ ના થાય અને પોલીસ મથકના ધક્કાથી છૂટકારો મળે તે હેતુ થી રાજ્ય સરકારે શરૂ કરેલ સુવિધા લોકો માટે ખૂબજ ઉપયોગી નીવડી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

