Gujarat

યુવકને સમજાવી ભવિષ્ય અને અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું

જૂનાગઢ શહેરમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જણાવ્યું કે,  ૧૬ વર્ષની તરુણી ઘરેથી ભાગી આવી છે. જેને મદદની જરૂર છે. આથી જૂનાગઢ ૧૮૧  મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર અરુણાબેન કોલડિયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ગોંડલિયા અને પાયલોટ રાજેશભાઈ સહિતના સ્થળ પર પહોંચી ગયા હતા.

તરુણીને મળી કાઉન્સેલીંગ કરતા જણાયેલ કે, તરુણી સોશિયલ મીડિયાના માધ્યમથી બે મહિનાથી યુવક ના સંપર્કમાં  હતી. તેમની સાથે રિલેશન રાખવાની ના પાડતા બોયફ્રેન્ડ હાથમાં બ્લેડના ચેકા કરી બ્લેક મેઈલ કરતા તરુણી ગભરાયને સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતી હતી. અને બોયફ્રેન્ડ તેમના બીજા ફ્રેન્ડને લઇ તરુણીના ઘરે આવી જતા પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં પિતાએ ઠપકો આપતાં તરુણી ઘરેથી નીકળી ગઇ હતી. આથી ૧૮૧ ટીમ દ્વારા તેમના માતા-પિતા પણ ઘટના સ્થળ પર આવી ગયા હતા અને તેમને સાંભળી કાઉન્સેલીંગ કરી પ્રાથમિક કાયદાકીય સમજ આપી હતી.

તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વિશે સમજાવ્યા હતા. તરુણી અને તેમના બોયફ્રેન્ડનું કાઉન્સેલીંગ કરી આગળ ભવિષ્ય વિશે વિચારવાનું અને અભ્યાસ પર ધ્યાન આપવા વિશે સમજ આપી હતી. જેથી યુવક સમજી જતા અને પોતાની ભૂલ બાબતે માફી માંગતા તરુણીના પિતાએ યુવકનો અભ્યાસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને તરુણી તેમના માતા-પિતા સાથે જવા ખુશીથી તૈયાર હોય જેથી તરુણીને તેમના માતા-પિતાને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *