ભાવનગર રેન્જ આઇજી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લઽ સાહેબ પોલીસ રાબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા રાજકોટ જીલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના હૈદર્દીને સાવરકુંડલા મુકામેથી ચોક્ક્સ બાતમી આધારે પકડી પાડેલ,
ગુન્હાની વિગત
સને-૨૦૧૧ રાજકોટ જીલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં.૨૦/૨૦૧૧ ઇ.પી,કો કલમ-૩૦૨ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે નામદાર એડી.સેસન્સ કોર્ટ ધોરાજી દ્વરા આરોપીને આજીવન કેદની શિક્ષાનો હુકમ કરેલ હતો. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો અને નામ. ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તેની વચગાળના જામીન રજા મંજુર થયેલ અને મજકુર કેદીને તા.૧૧/૦૬/૨૦૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ મજકુર અગાઉ પણ બે વખત જેલમાંથી રજા પર કરાર થઇ પોલીસ મારફતે પકડાયેલ
પકડાયેલ આરોપી:
રાજુ ઉર્ફે મુન્નો નારણભાઇ સરવૈયા ઉ.વ.૩૩, ધંધો-હરાઘસવાનો રહે.મુળ-મોજીરા તા.ઉપલેટા હાલ-ભાવનગર કાળીયાબીડ સમીરની સામે તા.જી.ભાવનગર
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

