સુરેન્દ્રનગર
લીંબડી – રાજકોટ હાઇવે પર વસ્તડી ગામ પાસે અજાણ્યા વાહનચાલકે ચાર વ્યક્તિને અડફેટે લઈ નાશી છૂટ્યો હતો. હાઇવે પર અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર પગપાળા ચાલીને જઈ રહેલા ત્રણ જૈન સાધ્વીજી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવથી જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી જૈન સમાજના આગેવાનો લીંબડી હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર આ અકસ્માતના બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી – રાજકોટ હાઈવે પર અજાણ્યા વાહને પગપાળા જઈ રહેલી ત્રણ જૈન સાધ્વીજીઓ સહિત ચાર વ્યક્તિને અડફેટે લીધા હતા. જેથી તમામને ઈજા પહોંચી છે. જેમાં બે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચતા દોડધામ મચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી જૈન સમાજના આગેવાનો લીંબડી હોસ્પિટલે દોડી ગયા હતા.


