Gujarat

રાજકોટના જેતપુરમાં સિલિન્ડર ફાટતા બે માળનું મકાન ધરાશાયી

રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર રિફિલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. તેમજ મકાનના પતરા ૧૦૦ ફૂટ દૂર ઉડ્યા હતા. ગેરકાયદેસર બાટલા રિફિલિગનું કામ ચાલતું હતું ત્યારે બાટલા ફાટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. અફઝલભાઈએ ફિરોઝભાઈને મકાન ભાડે આપ્યું હતું. જેમાં ફિરોઝભાઈ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા. પરંતુ રિફિલિંગ કરતા હતા ત્યારે બાટલા ધડાકાભેર ફાટ્યા હતા. આથી બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ જેતપુર નગપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગેસના બાટલા ફાટતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હું સુતો હતો ત્યારે ધડાકો થતા મને ધરતીકંપ જેવો અવાજનો અનુભવ થયો હતો. આથી અમે ઘરની બહાર દોડી ગયા હતા. બહાર આવીને જાેયું તો ગેસના બાટલા ફાટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મકાનમાલિક અફઝલભાઈએ જણાવ્યું હતું કે, ૭ વાગ્યાની આસપાસ જાેરદાર બ્લાસ્ટ થતા હું ભરનિંદરમાંથી જાગી ગયો હતો. બહાર આવતા જાેયું તો મારું બે માળનું મકાન ધરાશાયી થયાનું જાેવા મળ્યું હતું. બાદમાં ગેસના બાટલા ફાટ્યાનું જાણવા મળ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. જૂના જેતપુરમાં જૂના મકાનો આવેલા છે. ગેસના બાટલા ફાટતા આજુબાજુના વર્ષો જૂના મકાનોમાં તિરાડો પડી ગઈ છે. મકાનના ત્રીજા માળની છત પર પતરા ઉડીને પડ્યા હતા. મારા દાદાએ ફિરોઝભાઈના દાદાને મકાન ભાડે આપ્યું હતું. પરંતુ ફિરોઝભાઈ ૧૫થી ૨૦ વર્ષથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરતા હતા. આ અંગે મે ફિરોઝભાઈને અવારનવાર ટોક્યા હતા પરંતુ તેઓ માનતા નહોતા. ગેસના બાટલા ફાટ્યા બાદ ૩૦થી ૩૫ સિલિન્ડર સગેવગે કરવામાં આવ્યા છે. હજી મકાનના કાટમાળ હેઠળ અસંખ્ય બાટલા દટાયા હોવાનો અંદાજ છે. આ બ્લાસ્ટથી આસપાસના મકાનની બહાર રહેલા વાહનોમાં પણ નુકસાની પહોંચી છે.

The-two-story-building-collapsed-and-the-leaves-flew-100-feet-away.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *