Gujarat

રાજકોટમાં ભાજપ દ્વારા બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ
રાજકોટ શહેર ભાજપ દ્વારા ૩૪૬ બાળકોને સુપોષિત કરવા માટે સુપોષણ અભિયાન અંતર્ગત દત્તક લેવામાં આવ્યા છે. તેમને બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ તમામ ૩૪૬ બાળકોની જવાબદારી ૩૪૬ કાર્યકર્તાને આપવામાં આવી છે, જે તમામ બાળકોના પાલક પિતા બની અઠવાડિયામાં એક દિવસ તેમના ઘરે જઇ મુલાકાત કરશે. આ સિવાય તેમના ખબર અંતર પૂછી પૌષ્ટિક આહાર આપશે. એટલું જ નહીં રાજકોટના અલગ અલગ ૫૦ ડોક્ટરોની ટીમ સાથે મળી તમામ બાળકોને રૂટિન ચેકઅપ કરાવવામાં આવશે અને તમામ બાળકોને નિઃશુલ્ક સારવાર આપી જરૂરી દવાનો ખર્ચ પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉપાડવામાં આવશે.સમગ્ર ગુજરાતમાં આશરે ૪૮,૩૧૨ બાળકો અતિ કુપોષીત બાળક છે અને અંદાજે ૧૩ લાખ બાળકો કુપોષીત છે આ બધા બાળકોને ત્રણ મહિનાની અંદર કુપોષણમાંથી બહાર લાવવા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને દરેક શહેર અને જિલ્લા ભાજપને સુચના આપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગત ૩૪૬ બાળકોને સુપોષીત કરવા માટે શહેર ભાજપ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. આ માટે ૩૪૬ કાર્યકર્તાને આ બાળકના પાલક પિતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે અઠવાડિયામાં એક દિવસ બાળકના ઘરે જઇ તેની મુલાકાત કરી પૌષ્ટિક આહાર તેમજ જરૂરી સારવાર માટે જવાબદારી નિભાવશે. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગત ૩૪૬ બાળકોને સુપોષીત કરવા માટે સંકલ્પ કરી બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, મેયર, અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *