Gujarat

રાજકોટમાં ૨૫થી વધુ વિધર્મીઓએ ૫ હિન્દુ યુવાન પર હુમલો કર્યો

રાજકોટ
રાજકોટમાં બનેલી ઘટના મામલે ભક્તિનગર પોલીસે વાહનમાં તોડફોડ કરનાર એક શખ્સની કરી ધરપકડ છે. જેમાં પોલીસે વાહનમાં તોડફોડ કરનાર સલીમ દલ નામના શખ્સની કરી ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં ધાર્મિક સ્ટેસ્ટ મુકવા બાબતે બોલાચાલી અને ગાળા ગાળી થવા પામી હતી. વાહનમાં તોડફોડ ની ઘટના સામે આવી હતી. હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા ભક્તિનગર, થોરાળા અને બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક સમાજના લોકો સાથે મળી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર રાજકોટ પોલીસની નજર છે. આવી કોઈપણ ઉશ્કેરણી જનક પોસ્ટ મુકશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.ઈન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલિટ કરવાનું કહી વિધર્મી લોકો દ્વારા હિન્દુ યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં, સમાધાન માટે બોલાવી ૨૫ કરતાં વધુ શખસે પાંચ જેટલા હિન્દુ યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.શહેરમાં રહેતા વિનય ડોડિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી, જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલિટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગંદી ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં, બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી ૨૫થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જાેકે હુમલાની ભનક આવી જતાં પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમના એક બાઈકનો આરોપીઓએ કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ભોગ બનનાર વિનય ડોડિયા સહિતનાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં પોતે ભગવાન કૃષ્ણની એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ મૂક્યાના તરત બાદ તેમને ઇરશાદ સંધી નામના યુવકે મારા સહિત ભગવાન કૃષ્ણને ગાળો આપી પોસ્ટ ડિલિટ કરવા કહ્યું હતું અને જાે પોસ્ટ ડિલિટ નહીં થાય તો જાનથી મારવાની ધમકીઓ પણ આપી હતી. જાેકે આમ છતાં પોતે પોસ્ટ ડિલિટ કરી નહોતી.ધંધૂકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો, જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતાં સહેજમાં અટકી હતી. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતાં વિધર્મી ૨૫થી વધુ લોકોએ ૫ હિન્દુ યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જાેકે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Controversy-over-religious-post-issue-on-Instagram.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *