પાલનપુર
રાજસ્થાનના જાેબનેરમાં આવેલા જવાલામાતાના મંદિરે દર્શન કરવા માટે આવેલા જયપુર જીલ્લાના ફુલેરાના સંજય હનુમાનસહાય શર્માના પેન્ટના પાછળનું ખીસ્સુ કાપી રૂ.૧૭૪૫૦, આધારકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ ભરેલા પાકીટની ચોરી થઇ હતી. જ્યારે અલવર જીલ્લાના કોઠી નારાયણપુરના રામરતન કલ્યાણસહાય મીણાના પેન્ટનું ખીસ્સુ કાપી રૂ. ૫૦૦૦ ભરેલા પાકીટની ચોરી થઇ હતી. આ અંગે તેમણે પાલના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પાલના પોલીસ અધિક્ષક દિનેશ શર્માએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર ખિસ્સાકાતરૂ પાલનપુર બાવરીડેરાના જયસલ સતીષભાઇ બાવરી, રાધાબેન સતીષભાઇ બાવરી, બહાદુર ઉર્ફે બાદલ રણજીત બાવરી અને ગંગાબેન બહાદુર બાવરીને ઝડપી મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. ચારેયની અટકાયત કરી રાજસ્થાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.રાજસ્થાનના જાેબનેરમાં આવેલા જવાલા માતાના મંદિરે બે શ્રધ્ધાળુઓના ખિસ્સા કાપી રૂપિયા ૨૨,૪૫૦ની રોકડ રકમની ચોરી કરનારા પાલનપુરના ચાર ખિસ્સા કાતરૂઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા હતા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
