મ્હે, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્વારા ગુન્હાના કામના આરોપીઓને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયૈ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ બી.એસ.ચોવટીયા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૪૪/૨૦૨૨ PC કલમ-૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(VA),૩(૧)(૧)(5) મુજબનો ગુન્હો કરી નાસી જનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે અને આ કામના ગુન્હાની તપાસ 5/51 સેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.ઓઝા સાહેબનાઓ ચલાવી રહેલ છે.
*પકડાયેલ આરોપીઓ
(૧) હરપાલભાઇ ભાભલુભાઇ બોરીચા ઉવ.૧૯ ધો.વેપાર રહે.ચોત્રા તા.રાજુલા જી.અમરેલી (૨) ભરતભાઇ દડુભાઇ બોરીચા ઉવ.૪૩ ધો.વેપાર રહે.ચોત્રા તા.રાજુલા જી.અમરેલી
આ કામગીરી પોલીસ ઇન્સ. એ.એમ.દેસાઇ સાહેબ તથા હેડ કોન્સ. બી.એસ.ચોવટીયા તથા પો.કોન્સ
રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

