Gujarat

રાજુલાના લોક સરકાર કો ઇન્ચાર્જ લાલાભાઈ વાઘ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલાની જૂની  પેન્શન યોજના લાગુ કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી….

વિક્રમ સાખટ રાજુલા

લોક સરકાર કો ઇન્ચાર્જ રાજુલા લાલાભાઈ વાઘ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલાની જૂની
પેન્શન યોજના લાગુ કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. જેમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ જેટલો કિંમતી સમય પોતાની ફરજમાં આપે છે. અને તેમને નિવૃતિ બાદ આર્થિક આત્મનિર્ભરતાનો હકક છે. અને ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલા જેવો સરકારી નોકરીમાં જોડાયા હતાં. તેવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન ચુકવવામાં આવતું હતુ. આ પેન્શન તેમની સેવા પર આધારીત ન હતું. પરંતુ નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારીત હતું, આ યોજના હેઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરીવારના સભ્યોને પણ પેન્શનની સુવિધાનો લાભ મળવા પાત્ર હતો, જેની મદદ થી સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના પરીવાર સાથે માનભેર જીવન નિર્વાહ કરવા માટે સક્ષમ હતાં. પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૦૪ થી લાગુ કરવામાં આવેલ નવું પેન્શન યોજનામાં કર્મચારીના બેઝીક પગાર અને મોધવારી ભથ્થાની ૧૦ ૨કમ પગાર માંથી કાપી વિવિધ પેન્શન આધારીત ફંડમાં રોકાણ કરવામાં આવે છે. અને  કર્મચારીની નિવૃત્તિ બાદ તમામ રકમ તથા રકમ ઉપર મળતું રીર્ટન ઉમેરી કર્મચારીઓને પેન્શન અપાય છે, આ ફંડ સરકાર જુદી જુદી સ્કીમમાં રોકાણ કરે છે, જે માર્કેટ ઉપર નિર્ભર છે જેનું કોઈ ભવિષ્ય નથી ઘણીવાર બજારમાં ઉથલ પાથલ થાય તો કર્મચારીઓના રોકાયેલ નાણાં ધોવાય જાય છે. જે ખુબજ ગંભીર બાબત છે. અને આ નવી પેન્શન       યોજનામાં નિવૃતિ સમયે નજીવવું પેન્શન પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ગુજારો કરવો અઘરો બને છે. અને જે કોઈ સરકારી કર્મચારી પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ પોતાની સેવા બજાવે તેને છેલ્લે જીવન નિર્વાહ માટે પેન્શન ના મળે તે કર્મચારીઓ માટે હળાહળ અન્યાય છે. જેથી સરકારી કર્મચારીઓના હિતમાં ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલાની જુની પેન્શન યોજના વહેલી તકે લાગુ કરાવવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું…..

IMG-20220302-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *