Gujarat

રાજુલા તાલુકાનાં ભચાદર ગામ પાસે મોરનો શિકાર કરનાર દંપતી ઝડપાયા ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી પતિ-પત્ની બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી…..

વિક્રમ સાખટ રાજુલા
શિડ્યુલ-૧ માં આવતા મોરનો શિકાર કરનારને ૩ થી ૭ વર્ષ સજાની જોગવાઈ…..
અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટના સામે આવી છે. રાજુલાના ભચાદર ગામ  પાસે મોરનો શિકાર કરનાર દંપતીને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આવી છે. અને રાજુલા વનવિભાગની રેન્જ વિસ્તારના ભચાદર ગામ નજીક હરેશભાઇ ધીરૂભાઈ વાઘેલા અને જયાબેન હરેશભાઇ વાઘેલા રાષ્ટ્રીય મોરનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. અને આ પ્રકારની માહિતી મળતાં રાજુલા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ. સહિત વનવિભાગ સ્ટાફ સાથે તપાસ કરતા આ બંને પતિ-પત્નીને મોરનો શિકાર અને દાતરડા સાથે મળી આવતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મોરના શિકાર બદલ ૩ થી ૭ વર્ષની સજાની જોગવાઈ મોરનો શિડ્યુલ-૧ના પક્ષીમાં સમાવેશ થાય છે. ત્યારે તેના શિકાર બદલ ૩ થી ૭ વર્ષની સજાની જોગવાઈ છે. અને વનવિભાગ દ્વારા દંપતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અને આ બન્ને પતિ-પત્ની રાજુલાના ડોલીના પટ્ટ વિસ્તારના રહેવાસી છે. અને  હાલમાં છતડીયા ગામે રહે છે. અને મધને કાઢવા ગયેલા આ દંપતીએ ૨ મોરના શિકાર કર્યા હતા. અને હાલ તપાસ ઇન્ચાર્જ આર એફ ઓ નિલેશભાઈ આર વેગડા એમ એન સોલંકી અને એમ બી કુવાડિયા હાલ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. અને આ ધટના બનતાં રાજુલા તાલુકામાં ચકચાર મચી ગયો હતો….
Attachments area

IMG-20220302-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *