Gujarat

રાણપુરના ખસ ગામની સીમમાંથી બગડ ગામના યુવકની લાશ મળી આવી. 

યુવકનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાનું અનુમાન.
બોટાદ જીલ્લાના  રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા કાનાભાઈ ગેલાભાઈ મેવાડા જાતે.ભરવાડ ઉ.વ.33 છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ હતા. આ યુવકની તા.4/3/22નાં રોજ સાંજે 7.45 કલાકે ખસ ગામની સીમમાંથી ડી.કંપોસ્ટ હાલતમાં લાશ મળી આવી હતી.આ ઘટના ને લઈને  એફ.એસ.એલ.ની ટીમ,જી.ઈ.બી.ની ટીમ તથા નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોચ્યા હતા અને મૃતક ની ડેડબોડી ને ફોરેન્સીક દ્વારા પી.એમ માં પ્રાથમિક રીતે આ લાશની બાજુમા ત્રણ ફૂટ દૂર થ્રીફેજ સ્ટાટર અને વાયર ખુલ્લો હોવાથી આ યુવકનું મોત ઇલેક્ટ્રિક સોટ લાગવાથી થયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહ્યા છે.ખસ ગામની સીમમાં લાશની જાણ ગામ લોકોને થતા ઘટના સ્થળે ટોળે ટોળા ઉમટયા હતા અને આ બનાવની જાણ રાણપુર પોલીસને કરતા પી.એસ.આઈ.એસ.એચ.ભટ્ટ સહીતનો પોલીસ સ્ટાફ, સહીતનાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. આ યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે આ બનાવને લઈને વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટ ચલાવી રહ્યા છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220306-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *