Gujarat

ભારતના સ્કોર થી ૪૦૦ રન દૂર રહેલ શ્રીલંકા ફોલોઓન

નવીદિલ્હી
મોહાલી ટેસ્ટમાં ભારત સામે શ્રીલંકાની ટીમ મુશ્કેલીમાં રહી છે. પ્રથમ દાવમાં ૮ વિકેટે ૫૭૪ રન પર ભારતનો દાવ ડિકલેર કર્યા બાદ બીજા દિવસની રમતના અંત સુધી ૧૦૮ રનમાં તેની ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની શરુઆત શ્રીલંકા માટે સારી રહી હતી. પરંતુ ભારતીય બોલરોએ શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ ગઇકાલે બેટ બાદ આજે સવારે બોલીંગ આક્રમણમાં આવતા જ એક બાદ એક વિકેટ ઝડપીને શ્રીલંકાનો દાવ ઝડપથી સમેટી લીધો હતો. જાડેજાએ ૫ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાનો પ્રથમ દાવ ૧૭૪ રન પર જ સમેટાઇ ગયો હતો. જે ભારતના સ્કોર કરતા ૪૦૦ રન દૂર રહ્યો હતો. ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યુ છે. શ્રીલંકાએ ચાર વિકેટે ૧૦૮ રનથી ત્રીજા દિવસની રમત શરૂ કરી હતી. પરંતુ તેના બાકીના બેટ્‌સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડ્યા હતા. પથુમ નિસાંકા અને ચરિત અસલંકાએ પાંચમી વિકેટ માટે ૫૮ રન જાેડ્યા હતા. બંનેએ સ્કોર ૧૬૧ રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ અસલંકા જસપ્રિત બુમરાહનો શિકાર બનતા શ્રીલંકાની ઈનિંગ્સ પડી ભાંગી હતી. અસલંકાએ ૬૪ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૨૯ રન બનાવ્યા હતા. ત્યારબાદ બાકીની પાંચ વિકેટ માત્ર ૧૩ રનમાં પડી ગઈ હતી. સુરંગા લકમલ (૦), લસિથ એમ્બુલ્ડેનિયા (૦), વિશ્વા ફર્નાન્ડો (૦) અને લાહિરુ કુમારા (૦) ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. પથુમ નિસંકા એકલા સંઘર્ષ કરી રહ્યા હતા. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૧૩૩ બોલનો સામનો કર્યો અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા. ત્રીજા દિવસની રમતમાં જાડેજાને ચાર અને બુમરાહ અને શમીને એક-એક વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજાએ ૧૦મી વખત ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચ વિકેટ લઈને અજાયબી કરી હતી. ભારતે પ્રથમ દાવમાં ૫૭૪ રન બનાવ્યા હતા. તેના તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા. તે જ સમયે, ઋષભ પંત, આર અશ્વિન અને હનુમા વિહારીએ અડધી સદી ફટકારી હતી. બીજા દિવસની રમતમાં ચાના સમય સુધી ભારતે બેટિંગ કરી હતી.

Pooja-Vastrakar-600x400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *