Gujarat

રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ કંપનીના કર્મચારીઓના બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઈ..

સ્પર્ધા માં ભાગ લેનાર બાળકો ને ટેક્ષપીન બેરીંગ પરીવાર તરફથી આકર્ષક ગિફ્ટ,સન્માનપત્ર આપી પ્રાત્સાહીત કર્યા..
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ વિશ્વ પ્રખ્યાત અને ઉદ્યોગક્ષેત્રે ખુબજ મોટુ નામ ધરાવતી ટેક્ષપીન બેરીંગ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા અને રાણપુર કી શાન ટેક્ષપીન ટોપીક ઉપર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં કંપનીના કર્મચારીઓના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.અને દરેક બાળકો એ વિવિધ ચિત્રો દોરી ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.સ્પર્ધા માં 1 થી 3 બાળકો ને તેમજ સ્પર્ધા માં ભાગ લેનાર દરેક બાળકો ને ટેક્ષપીન બેરીંગ પરીવાર તરફથી આકર્ષક ગિફ્ટ આપી સન્માનપત્ર આપી પ્રાત્સાહીત કર્યા હતા.આ કાર્યક્રમમાં મનહર પંચાલ-વી.પી.,કરીન્દર વર્મા-જી.એમ.,
સુરેશભાઈ દોશી-એ.જી.એમ.સહીત કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220817-175619.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *