Gujarat

લીલીયા તથા સાવરકુંડલા ટાઉન વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી,મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેના અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય, તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ
જે અનુસંઘાને શ્રી એ.એમ. પટેલ પોલીસ ઈન્સપેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, એસ ઓ જી શાખા, તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, લીલીયા તાલુકાનાં સલડી ગામે હવેલી શેરીમા મનુભાઇ રામજીભાઇ રામાણીના રહેણાંક મકાનમાં ચાંમુડા ક્લીનિક નામે નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા તથા સાવરકુંડલા મણીનગર મસ્જીદ પાસે, અલસોફા નામનું ગેરકાયદેસર દવાખાનુ/કલીનિક ચલાવતા હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓ –
(૧) નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા, ઉ.વ.૪૯, ધંધો-ડોકટર, રહે.સલડી હવેલી શેરી, તા.લીલીયા, જી.અમરેલી (૨) નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા,ઉ.વ.પર,ધંધો-ડોકટર રહે અમરેલી, લીલીયા રોડ રેલ્વે ફાટક પાસે તા.જી.અમરેલી (૩) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ, ઉ.વ.૪૭ ધંધો ડોકટર, રહે.સાવરકુંડલા, મણીનગર મસ્જીદ પાછળ, તા.સાવરકુંડલા, જી.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલ –
મજકુર પકડાયેલ ઈસમ (૧) નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૫૪ કિ.રૂ.૧૦,૪૩૬/-ના મુદ્દામાલ સાથે તથા (૨) નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૬ર કિ.રૂા.૨૨,૭૦૩/- ના મુદ્દામાલ સાથે (3) રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૧૯ કિ.રૂા.૫,૨૮૧/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. અને ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.
પટેલ પોલીસ ઈન્સપેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી શાખા, તથા
એસ.ઓ.જી.ટીમ દ્વારા ત્રણ બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221230-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *