Gujarat

લ્યો બોલો હવે ગરબા રમવા પર પણ ભરવો પડશે વેરો…!!! હવે પછી કદાચ ખુલ્લી હવામાંથી ઓક્સિજન લેવા પર પણ ટેક્સ લાગે તો અચરજ નહીં પામતાં

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હિંદુત્વના નામે તાયફા કરતી ભાજપ સરકારે ગરબા રમવા પર 18% gst. લગાવ્યો તેનાં વિરોધમાં આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરતાં પદાધિકારીઓ તેમજ  કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. જેમાં સાવરકુંડલા તાલુકાના આમ જનતાના પ્રશ્ર્નોને બુલંદ અવાજે વાચા આપતાં આમ આદમી પાર્ટીના ભરતભાઈ નાકરાણી સમેત અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરો સરકારશ્રીના ગરબા રમવા પર ૧૮% જીએસટીના નિર્ણયનો વિરોધ કરવા બદલ જાહેરમા ગરબા રમતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ. જો કે લોકતંત્રમાં સરકારના અન્યાયી નિર્ણયો સામે લોકશાહી ઢબે વિરોધ નોંધાવવો એ પણ લોકતાંત્રિક વ્યવસ્થાનું અંગ જ છે.

IMG-20220803-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *