સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં શહેરી આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી શ્રીઓ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવામાં આવેલ છે . કોરોના રસીકરણમાં શહેરોમાંથી લોકો મોટા પ્રમાણમાં અત્રેના અર્બન હેલ્થ સેન્ટર તેમજ તેમના રસીકરણ કેન્દ્રો પરથી હજારો લોકોએ રસી લઈ ભય મુક્ત બન્યા. હાલમાં જ આયુષ્માન કાર્ડ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં 4 લાખ થી ઓછી આવક વાળા લોકોને પાંચ લાખ રૂપિયાની સહાય ના આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યા છે . હવેથી નગરપાલિકામાં પણ આ કાર્ડની કામગીરી શરૂ થઈ ગયેલ છે. હાલમાં વરસાદી મોસમ ચાલી રહેલ હોય શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરે જેવા મચ્છર જન્ય રોગો ન ફેલાય તે માટે વિભાગી નાયબ નિયામક ડોક્ટર મનીષ ફેન્સી સાહેબના માર્ગદર્શન નીચે તથા અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબ, ડોક્ટર જોશી સાહેબ અમરેલી, ડોક્ટર સાલવી સાહેબ અમરેલી, ડૉ. સિંઘ સાહેબ અમરેલી, ડૉ.જાટ સાહેબ અમરેલી, ડોક્ટર મીના સાહેબ સાવરકુંડલા, ડોક્ટર સમીર સાહેબ, ડોક્ટર મયુર પારઘી સાહેબના માર્ગદર્શન નીચે સાવરકુંડલા શહેરના 9 વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી એક સઘન કામગીરી મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ટીમ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઈ મચ્છર ઉત્પત્તિ સ્થાનો જેવા કે ખુલ્લા ટાકા-ટાકી, નાળિયેરની કાચલી, પ્લાસ્ટિકના કપ,જૂનો ભંગાર ટાયર, પક્ષીઘર, ફ્રીજની ટ્રેન વગેરેને ચેક કરી ખાલી કરાવી તેમાં જરૂર જણાયે દવાનો છટકાવ કરી રહ્યા છે . આરોગ્ય કર્મચારી યોદ્ધાઓ દ્વારા શરીર ઢંકાય તેવા આખી બાઈના કપડા પહેરવા, સવાર સાંજ ઘરમાં લીમડા કે ગૂગળ લોબાનનો ધુમાડો કરવો. વહેલી સવારે અને સાંજે ઘરના બરી બારણાં બંધ રાખવા ,જેથી મચ્છરો ઘરમાં પ્રવેશ ન કરી શકે. મચ્છરદાની બાંધવી મચ્છર ભગાડવાની કોઈલ તેમજ મચ્છર ન કરડે તે માટેની ક્રીમ લગાડવાની સલાહ આ યોદ્ધાઓ દ્વારા એક લાખ જેટલી અંદાજિત વસ્તી ધરાવતાં સાવરકુંડલા શહેરમાં કામગીરી કરવામાં આવી રહેલ છે.આ તમામ કામગીરીમાં તાલુકાના સુપરવાઇઝર શ્રી સંજયભાઈ મહેતા, સોલંકીબેન, રોહિતભાઈ, અશોકભાઈ વગેરે કર્મચારીશ્રીઓની સેવા વંદનીય છે.
શહેરી આરોગ્ય કેન્દ્ર સાવરકુંડલા તેમજ તાલુકા આરોગ્ય કચેરી સાવરકુંડલાના સંયુક્ત ટીમ વર્કથી થર્ડ બુસ્ટર ડોઝનું કેમ્પ મોડમાં એક અભિયાન ચાલી રહે છે. ખાસ પુખ્ત વયના જેમને પણ ત્રીજો બુસ્ટર ડોઝ, પેલો ,બીજો બાકી હોય વહેલી તકે વેક્સિન લઈ લેવા વિનંતી છે.અર્બન હેલ્થ સેન્ટર ના સુપરવાઇઝર શ્રી જે.વી.કાકડીયા ભાઈ, કેવલભાઈ, ભગીરથભાઈ, હરેશભાઈ, ચંદ્રિકાબેન ચૌહાણ તેમજ શ્વેતાબેન દાફડા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે સેવાઓ આપી રહી છે.
ખાસ કરીને દરેક શહેરીજનોએ પોતાના ઘરમાં સ્વચ્છતા, સફાઈ તેમજ ઘર માં તેમજ આજુબાજુમાં પાણી ન ભરાય અને ગંદકી અટકાવી પોતાની નૈતિક ફરજ સમજી સેવા કરી અને આ આરોગ્યના મહાયજ્ઞમાં આરોગ્ય વિભાગના યોદ્ધા સાથે ખંભે ખંભો મેળવી રોગ નિવારવા સહયોગ આપવો અત્યંત જરૂરી છે. હાલમાં ટીટેનસ અને ડીપ્થેરિયા વિરોધી રસી બાળકો ૧૦ વર્ષ તેમજ ૧૫ વર્ષના સરકારી શાળાએ જતા બાળકોને વિના મૂલ્યે આ ટી. ડી. ની રસી આપવામાં આવે છે. વિના સહકાર નહિ ઉધ્ધાર.
