વંથલી તાલુકાના ભુંખડી ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે સ્વાગત કરાયું હતું અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.
ભુંખડી ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા અંતર્ગત ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા સહિતના મહાનુભાવોએ ભુંખડી ગામમાં આંતરિક પેવીંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને લાભ અપાયો હતો અને આ રથમાં રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો નિહાળી હતી.
આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારિયા, મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

