ગામના આગેવાનો સહિત સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…
જૂનાગઢ જિલ્લાના શાનસમા ગરવા ગીરનારની ગોદમાં વંથલી તાલુકાના શાપુર ગામમાં શહેનશાહ હઝરત ઔલાદશા પીરની દરગાહ પર ગત રવિવાર અને સોમવાર નારોજ ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ તકે મોલુદ-સંદલશરીફ,સોળ-ધ્વજાવિધી ,ન્યાજખ્વાની અને સીદીબાદશાહની ધમાલ, તેમજ કવ્વાલી ના ભવ્ય પ્રોગ્રામ સાથે ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયને કારણે ઉર્ષની ઉજવણી મોકૂફ રાખેલ હતી.ત્યારે આ વર્ષે શાપુર-ઞ્રામપંચાયતના સરપંચ સહીતની ટીમ ઉર્ષમાં ઉપસ્થિત રહી ઉર્ષની ઉજવણીમાં સહભાગી બની હતી.આ તકે તેઓનું ફૂલહાર થી દરગાહ પરિસરમાં મૂસ્લીમ જમાત શાપુર ના અઞ્રણીઓ દ્વારા સ્વાગત અને આભાર વ્યકત કરવામા આવ્યું હતું. તેમજ ગ્રામપંચાયત ટીમ દ્વારા પણ શાપૂર મૂસ્લીમ જમાતના દરેક અગ્રણીઓનું તેમજ દરગાહના મૂજાવર રહેમાનશાબાપુ નૂ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આમ હિંદુ-મૂસ્લીમ એકતાની મીશાલ સમાન શાપુર (સોરઠ) મૂકામે હઝરત ઔલાદશા પીર ના ઉર્ષની શાનો સૌકતથી સમસ્ત શાપુર ગામ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ હતી.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


