વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પ્રજાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જરૂરિયાતમંદ લાભાર્થીઓને હાથો હાથ સહાય-લાભ મળે ત્યારે તેમની ખુશીઓનો પાર રહેતો નથી. તેવી જ ખુશી વ્યક્ત કરતા જૂનાગઢના પલાસવા ગામના બાબુભાઈ ચાવડા કહે છે કે, ક્યારેય લાભ ન મળ્યા હોય તેવા લાભ આ સરકાર દ્વારા મળી રહ્યા છે. સરકારના અધિકારીઓ રૂબરૂ આવી યોજનાઓની સહાય-લાભ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
ઓછી દ્રષ્ટિ શક્તિની ધરાવતા બાબુભાઈ કહે છે કે, મારે ત્રણ દીકરીઓ છે, જે અમદાવાદ-સુરત જેવા દૂર શહેરોમાં સાસરે છે. ત્યારે હવે હું તેમના ઘરે તેમજ અન્ય સગા વ્હાલાના ઘરે જવા માટે વિનામૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી કરી શકીશ. હવે તો રાજ્ય સરકારે સ્લીપર સહિતની બસોમાં દિવ્યાંગોના પાસને માન્ય રાખ્યો છે. જેથી મુસાફરી આરામદાયક રહે છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
