વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ૨૦ વર્ષના વિકાસની અનુભૂતિ થઈ રહી છે. સાથે જ ગામમાં આ વિકાસ યાત્રાના આગમનથી એક ઉત્સાહનો માહોલ છવાયો છે. તેમ જણાવતા જૂનાગઢના પ્લાસવા ગામના સરપંચ શ્રીમતી શાંતાબેન સિદપરા કહે છે કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી લોકોના આરોગ્યની પણ કાળજી લેવામાં આવી રહી છે. નિરામય ગુજરાત હેઠળ વિનામૂલ્ય આરોગ્ય તપાસણીની સાથે પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા ઓક્સિજન રથ મારફતે વિનામૂલ્યે ફળાવ-છાયાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી પર્યાવરણનો જતન અને જનસેવા પણ થઈ રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
