ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
આજ રોજ વડિયા શહેરમાં ધૂંધલીનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ અને યુવાનો ની ગ્રુપની મિટિંગ મળી હતી જેમાં વડિયા શહેરમાં રૂંધાતા વિકાસને વેગ આપવા માટે ચેમ્બર ની આકરા પાણીએ મિટિંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં મહત્વનો મુદ્દો શહેરમાં કોલેજ અને માર્કેટિંગ યાર્ડ લાવવાનો હતો જેમા વડિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી વેપારીઓને આવકમાં વધારો થવાની બદલે ઘટ થતી જણાઈ રહી છે વડિયા શહેર એક સમયે 22 ગામડાઓનું અટાણુ અહીં થતું હાલમાં માત્ર વેપારીઓને વેપાર ધંધા ઠપ્પ થતા જણાઈ રહયા છે તેમજ વડિયા શહેર માંથી કોલેજ કરતા વિદ્યાર્થીઓને ગોંડલ રાજકોટ,જેતપુર જેવા શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરવું પડે છે ગામની દીકરીઓને વહેલું અને સાંજે રાત પડ્યે અભ્યાસ માંથી આવવું ઓડે છે હાલ વડિયા શહેરમાં આ બે મુદ્દાઓ પર ચેમર્સ ઓફ કોમર્સ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે એમાં વડિયા શહેરના ખેડૂતોને પણ પોતાના ખેત જણસો લઈને બગસરા,ગોંડલ,જેતપુર ,ભેસાણ જેવા માર્કેટિંગ યાર્ડમાં જવું પડે છે ખેડૂતોને માથે એક બોજ વધી રહ્યો છે ગોંડલ,બગસરા ભેસાણ જેતપુર જેવા શહેરોના માર્કેટિંગ યાર્ડ 40 થી 45 કી. મી.આસપાસ જણાઈ રહયા છે જેમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલ સહિતની મોંઘવારીનો માર પડી રહ્યો છે જો વડિયા શહેરમાં કોલેજ આવી જશે તો દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓને મુશ્કેલી નહીં પડે અને ખેતપ્રધાન દેશના ખેડૂતો માટે એક માર્કેટિંગ યાર્ડ બનશે તો ખેડૂતોને મુશ્કેલી અને મોંઘવારીનો માર નહિ શાહન કરવો પડે તેમજ વડીયાના વેપારીઓને પણ વેપાર ધંધામાં ફાયદો થશે…આ મુદ્દે મહત્વની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં વડિયા મામલતદાર કચેરી ખાતે ઉગરરજૂઆત સાથે તમામ વેપારીઓ અને ખેડૂતો ચેમર્સ ઓફ કોમર્સ ની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવાની ચર્ચા કરાઈ હતી તેમજ વડિયા શહેરના વિદ્યાર્થીઓ વેપારીઓ અને ખેડૂતોને લગત માંગ નહિ સંતોષાય તો આવનારી વિધાનસભા 2022 ની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ ઉછારાય હતી…..


