વડોદરા
વડોદરા શહેરના વાસણા રોડ ઉપર રહેતી અંબર શેખે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૩જી માર્ચના રોજ તેઓના નાના-નાની યુએસથી વડોદરા આવવાના હોવાથી હરણી એરપોર્ટ ખાતે તેઓને પીકઅપ કરવા માટે નીકળ્યા હતા. તે સમયે કાકા રફીકભાઈ શેખ (રહે. સેલ્ટર એપાર્ટમેન્ટ, વાસણા રોડ) અને ફોઈનો છોકરો સોનુ શેખ (રહે. રફાઈ પાર્ક, તાંદલજા) એ મનીષા ચોકડી પાસે કારને ઓવરટેક કરી એક્ટિવા આગળ ઊભું રાખી દીધું હતું અને કાર ડ્રાઈવરને જણાવ્યું હતું કે, આ અમારી ફેમિલી મેટર છે તું અહીંથી ચાલ્યો જા તેમ કહી તેને રિક્ષામાં રવાના કર્યો હતો. દરમિયાન, મને તથા મારી મમ્મીને કારમાંથી બહાર ઉતારી ગડદાપાટુનો મારી મારા પિતા પાસેથી રૂપિયા ૫૦ લાખની રકમની માંગણી કરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે જે. પી. પોલીસે બંને શખસ વિરુદ્ધ મારામારી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર ફિલ્મી ઢબે કાર રોકી માતા, પુત્રી અને કાકા સહિતના બે સંબંધીઓએ માર મારી રૂપિયા ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ બનાવની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે બે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ફરિયાદીના પિતા તથા કાકા વચ્ચે નાણાંની લેવડદેવડ બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. જેનો દાવો અદાલતમાં પેન્ડિંગ છે.
