વડોદરા
વડોદરાના ગાયત્રીચોક કિશનવાડી વડોદરામા રેહતા પંકજ ભાઈ માછીએ તેમના પત્ની મોનાબેન માછી જેઓના ધર્મના માનેલા બહેન મંજુલાબેન મકવાણા (રહે. ઈ -૨૨, આશિષ પાર્ક, તરસાલી)એ તેમની દિકરીના લગ્નમાં તેમજ મકાન સમારકામ માટે ૨ લાખ રૂપિયા હાથ ઉછીની રકમ આપી હતી. બદલામાં મંજુલાબેન મકવાણાએ તેમના પતિ નરેન્દ્રભાઈ મકવાણાની હાજરીમાં સ્ટેમ્પ પેપર પર લખીને કરાર કરી ઉછીની રકમ પરત કરી દેવા માટે બાંહેધરી આપી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ૨ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. નિયત સમય મર્યાદામાં હાથ ઉછીની આપેલી રકમ મંજુલાબેન પાસેથી પરત મેળવવા પંકજભાઈ માછીએ ચેક બેકમાં જમા કરાવ્યો હતો. પરંતુ મંજુલાબેન મકવાણાએ આપેલો ચેક અપુરતા ભંડોળ સાથે પરત ફર્યો હતો. જેથી ફરીયાદી પંકજભાઈ માછીએ એડવોકેટ હર્ષદ પરમાર મારફતે વડોદરા કોર્ટમાં કેસ દાખલ કરતા ૫ વર્ષની કાનુની લડાઈ બાદ આજે નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી મંજુલાબેન મકવાણાને ચેક રિટર્ન કેસમા કસુરવાર ઠેરવતો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ હર્ષદ પરમારની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી મહિલાને કસુરવાર ઠેરવી ૬ માસની સજાનો હુકમ ૨ લાખ રૂપિયાના ચેકમાં ડબલ રકમનો દંડ અને ૨ લાખ તેમાંથી વળતર પેટે ફરિયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે.વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી મહિલાએ ધર્મની માનેલી બહેનના પતિ પાસેથી દિકરીના લગ્ન સમયે તેમજ ઘર સમારકામ કરવા રૂપિયા ૨ લાખ જેટલી રકમ ઉછીની લીધી હતી. જેના બદલામાં ચેક આપ્યો હતો. નિયત સમય મર્યાદામાં ઉછીની રકમ પરત ન કરતા ફરિયાદીએ આ અંગે ફરીયાદ દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મહિલાને કસુરવાર ઠેરવી ૬ માસની સજા ફટકારી છે અને દંડ ભરવાનો હુકમ કર્યો છે.
