વડોદરા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માત્ર સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. પરંતુ, વડોદરા શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ અને અવારનવાર પડતા ભૂવાઓ અંગે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પાલિકાના અઅંધેર તંત્રના કારણે વડોદરા શહેર હવે ખાડોદરા અને ભુવા નગરીમાં ફેરવાઈ ગયું હોય, એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હરણી એરપોર્ટની સામે છેલ્લા બે દિવસથી ભૂવો પડ્યો છે. એરપોર્ટ પર રોજ બરોજની આવન-જાવન રહે છે. તેમજ હરણી રોડ ઉપર પણ વાહનોની આવન-જાવન રહેતી હોવા છતાં પણ પાલિકા તંત્ર આ ભૂવાનું રીપેરીંગ કરવામાં આળસ રાખી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા માત્ર બેરીકેટ લગાવીને અત્યારે સંતોષ માનવામાં આવી રહ્યો છે. વહેલી તકે આ ભૂવાનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો આ ભુવો દિવસેને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરશે અને તેમાં અકસ્માત થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી, ત્યારે આ ભૂવાનું રીપેરીંગ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માગણી છે.વડોદરા શહેરના હરણી રોડ પર એરપોર્ટની સામે છેલ્લા બે દિવસથી ભુવો પડતા પસાર થઈ રહેલા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નોંધનીય બાબત એ છે કે, એરપોર્ટ પર તેમજ હરણી રોડ ઉપર રોજબરોજની આવન-જાવન હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ ભુવાનું રીપેરીંગ કામ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા તંત્ર માત્ર ભુવાની પાસે બેરીકેટ લગાવીને સંતોષ માની રહ્યું છે અને આ ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરે તેની રાહ જાેઇ રહ્યું છે.
