વડોદર
ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળ દ્વારા મળે તેવી નીતિ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર વડોદરા મહાનગરપાલિકાના જે વિસ્તારમાં ડ્રેનજ અને પાણીના નેટવર્ક ઉપલબ્ઘ હોય તેવા વિસ્તારોમાં જે લોકો દ્વારા કોઇપણ પ્રક્રિયા વિના કે નિયત ફી ભર્યા વિના ગેરકાયદેસર રીતે સીધા રહેણાંક માટે પાણી કે ડ્રેનેજના જાેડાણ લીધા હોય તેવા તમામ લોકોને રેગ્યુલાઇઝેશન ચાર્જ રૂ. ૫૦૦ની રકમ પ્રતિ કનેક્શન ભરી તેને કાયદેસર કરાવી લેવા. વડોદરા મહાનગરપાલિકામાં ડ્રેનજ અને પાણીના કનેક્શન અંગેના નિયત કરેલા ચાર્જીસ સંલગ્ન વોર્ડમાં અલગથી ભરવાના રહેશે. જે અનુસાર આગામી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આ માટેની કાર્યવાહી પૂર્ણ કરી લેવાની રહેશે. જાે કોઇ વ્યક્તિ કે સંસ્થા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ બાદ ગેરકાયદેસર રીતે પાણી કે ડ્રેનેજના જાેડાણ સાથે ઝડપાશે તો તેના વિરૂદ્ધ ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં જે લોકોએ પાલિકાની પાણી અને ડ્રેનેજની લાઇનમાં ગેરકાયદે જાેડાણ લીધું છે, તેમને નિયમ ફી ભરી આગામી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં કનેક્શન રેગ્યુલાઇઝ કરાવી લેવા જણાવાયું છે. જે લોકો ત્યારબાદ આવા જાેડાણો સાથે પકડાશે તેમના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


