Gujarat

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ભરૂચ દ્વારા “રાસોત્સવ” નું આયોજન કરાયું 

પ.પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશિર્વાદથી ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના વુમન વિંગ દ્વારા ગુડવિલ સ્કૂલ,ભરૂચ ખાતે શરદપૂર્ણિમાની ઉજવણીનાં ભાગરૂપે “રાસોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લઈ રાસ તથા ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા. યુવાનો તથા અબાલવૃદ્ધ સૌ વૈષ્ણવોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ તથા ગરબા રમી ઉત્સાહ પૂર્વક શરદપૂર્ણિમા ની ઉજવણી કરી હતી.
             આ પ્રસંગે સાઉથ ઝોન ના કોડિનેટર શ્રીમતી વૈશાલી શાહ, જિલ્લા નાં પ્રમુખ શ્રી ધિરેનભાઈ ભગત અને વુમન વિંગના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ભોગી તથા વુમન વિંગ ની ટીમે ઉપસ્થિત રહી સૌ વૈષ્ણવોનો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *