ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે પણ આમોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલી એસટી બસો માટે તંત્રએ જાહેરનામુ હાંસિયામાં મુકી દીધું હતું. બ્રિજ પરથી એસટી બસોને પસાર થવા દેવાની તંત્રએ છુટ આપી દીધી હતી. જો કે એસટી બસોની સાથે સાથે અન્ય ભારદારી વાહનો પણ પસાર થઇ ગયાં હતાં.
નર્મદા મૈયા બ્રીજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં અસંખ્ય બસ પસાર થઇ હતી. આમોદ ખાતે પી.એમ ના કાર્યક્રમ માં ગયેલા કાર્યકરો ને લઇ લક્ઝરી તેમજ સરકારી બસો નો કાફલો પસાર થયો હતો. અચાનક જ એક સાથે બસો નું આવાગમન થતા પુનઃ એકવાર નાના વાહન ચાલકો ના રોષ જોવા મળ્યો હતો પુરપાટ દોડતી બસો ને લઇ જૂનો નેશનલ હાઇવે નંબર 8 પર પુનઃ ટ્રાફીક ભારણ વધ્યું હતું.
અંકલેશ્વર -ભરૂચ વચ્ચે વધતા અકસ્માત અને ભારદારી વાહનોને લઇ નર્મદા મૈયા બ્રિજ પર થી ભારદારી વાહનો સાથે બસ પર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે સોમવાર ના રોજ ભરૂચ ના આમોદ ખાતે દેશના વડાપ્રધાન ના કાર્યક્રમ ને લઇ અંકલેશ્વર, હાંસોટ.વાલિયા, નેત્રંગ સહીત સુરત, વલસાડ, નવસારી જિલ્લા માંથી ખાનગી અને સરકારી બસો પહોંચી હતી જે બસો પરત ફરતા નર્મદા મૈયા બ્રિજ પર થી પસાર થઇ હતી એક તરફ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી રોક લગાવી હતી તો બીજી તરફ સરકાર દ્વારા જ જાહેરનામા નો ભંગ કરી કાર્યકરો લઇ પસાર થતી બસ ના આવાગમન માટે છૂટછાટ જોવા મળી હતી જેને લઇ લોકો માં છૂપો રોષ જોવા મળ્યો હતો. પુરપાટ દોડતી બસ ને લઇ પુનઃ એકવાર નાના વાહન ચાલકો માં અકસ્માત નો ડર જોવા મળ્યો હતો. અગાઉ પણ પીએમના કાર્યક્રમ દરમિયાન બસોને છુટછાટ અપાઇ હતી.
