Gujarat

વાહન નિરીક્ષક વર્ગ-૨ની પરીક્ષામાં પસંદગી પામેલા શ્રી નિખિલ ગુજરાતીએ આપ્યો પ્રતિભાવ  

 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી વર્ગ-૨ ની મોટર વાહન નિરીક્ષકની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થતા મારા પરિવારના જોયેલું સપનું સાકાર થયું છે.

    આ પ્રતિભાવ મોટર વાહન નિરીક્ષક વર્ગ-૨ની પરીક્ષામાં પસંદગી પામેલા શ્રી નિખિલ ગુજરાતીએ આપ્યો હતો. વધુમાં શ્રી નિખિલ કહે છે કે, આજે મારા પરિવારમાં ખુબ ખુશી છે, સાથે જ આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નિમણૂક પત્ર મળ્યો છે તેનો આનંદ સાથે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ સંવર્ગની પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવી રહી છે. તેમ જીપીએસસી દ્વારા વર્ગ-૨ ની મોટર વાહન નિરીક્ષકની લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પારદર્શક લેવાતા હું આજે આ જગ્યા પર પસંદગી પામ્યો છે. તેમ અંતમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *