Gujarat

વિકાસ કામો પૂર્ણ થયા બાદ રાજીનામું આપીશ ઃ મધુ શ્રીવાસ્તવ

વડોદરા
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર માટે રૂપિયા ૨૫ કરોડના વિકાસના કામો મંજૂર કરાવ્યા છે. આજે રણોલીમાં ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર રોડના કામનું ખાતમુહૂર્ત કરી રહ્યો છું. અન્ય વિસ્તારોમાં પણ વિકાસના કામોના ખાત મૂહુર્ત કરવાના છે. હાલ વિકાસ કામો વહેલી તકે શરૂ થાય તેમ છે. જેથી હજુ સુધી રાજીનામું આપી શકાયું નથી. પાર્ટીની સૂચના છે. રાજીનામું આપવા તૈયાર છું. ગાંધીનગર જઈ રાજીનામું આપી દઈશ. પ્રદેશ પ્રમુખનો આદેશ હોવાથી રાજીનામું આપવાનું જ છે. સમયના અભાવને કારણે રાજીનામું આપી શકાયું નથી. કમલમમાં પ્રદેશ પ્રમુખ આવશે, ત્યારે તેઓને મળી મારું એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાનો છું. હજુ રાજીનામું આપવા માટે મારા પાસે બે માસનો સમય છે. હજુ સુધી પ્રદેશ પ્રમુખને મળવાનું થયું ન હોવાથી રાજીનામું આપવાનું રહી ગયું છે.ભાજપ દ્વારા આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે નિગમોના ચેરમેનોના રાજીનામાં લેવાનો શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી રાજીનામું ન આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિકાસ કામો પૂર્ણ થયા બાદ રાજીનામું આપીશ.

Madhu-Srivastava.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *