Gujarat

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ- EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ- EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે . EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે . રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ -૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા .૦૧ / ૧૨ / ૨૦૨૨ ના રોજ અને બીજા તબકકાના કુલ -૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા .૦૫ / ૧૨ / ૨૦૨૨ ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ- EPIC રજૂ કરવાનું રહેશે . જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ- EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે . આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ , મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ , બેંક / પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક , શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ , ડ્રાઇવીંગ લાયસન્સ , પાનકાર્ડ , એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ , ઇન્ડિયન પાસપોર્ટ , ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ , કેન્દ્ર / રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો , જાહેર લિમિ . કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો , સંસદસભ્યો / ધારાસભ્યો / વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID ( UDID ) કાર્ડનો સમાવેશથાયછે , જેરજૂ કરી મતદાન કરી શકાશે . વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ” અસલ પાસપોર્ટ ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી , ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *