Gujarat

વિવિધ યોજનાથી મહિલાઓને માહિતગાર કરાઈ…. વંથલી શહેર ખાતે આઇ.સી.ડી.એસ.દ્વારા નારી સંમેલન યોજવામાં આવ્યું….

સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખ રહ્યાં ખાસ ઉપસ્થિત……
        જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપક્રમે નારી સંમેલનનું આયોજન વંથલી આઇ.સી.ડી.એસ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા,પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,કારોબારી સમિતિના ચેરમેન કંચનાબેન દઢાણિયા,મહિલા અને બાળ વિકાસ સમિતીના અધ્યક્ષ લાભુબેન ગુજરાતી,આઇ.સી.ડી.એસ.શાખા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ,વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન મેંત્તર,તાલુકા મામલતદાર ડી.જે. જાડેજા,મંડળ પ્રમુખ શારદાબેન રાખોલિયા,જિલ્લા પંચાયત સદસ્ય અરજણભાઇ દીવરાણીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ નારી સંમેલનમાં સ્વાગત,આભારદર્શન તેમજ કાર્યક્રમનું સંચાલન વંથલી આઇ.સી.ડી.એસના સી.ડી.પી.ઓ કંચનબેન પટોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી

IMG_20220830_210345.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *