Gujarat

વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સૉમનાથ મહાદેવ ના સાંનિધ્યમા‌ નિ-શુલ્ક મેડીકલ કેમ્પ તથા મેગા બ્લડ ડોનેશન કેમ્પ/ કીડની અવેરનેશ કેમ્પ યોજાયો

ગિરગઢડા
   ભરત ગંગદેવ…
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ ના માર્ગદર્શન હેઠળ સ્વ.માતૃશ્રી હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમિતિ. અને સ્વ માતૃશ્રી નયનાબેન નૌતમલાલ રાચ્છ, (રાચ્છ પરીવાર વેરાવળ) ના સહયોગથી સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ તથા ડી. કે બારડ હોસ્પિટલ વેરાવળ ના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પ તેમજ રેનલ ફાઉન્ડેશન ગુજરાત શાખા/ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર ના ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા કીડની અવેરનેશ કેમ્પ યોજાયો જેમા સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી/સ્ક્રેટરી શ્રી પી કે લેહેરી સાહેબ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બનૈ કેમ્પો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ બનૈ કેમ્પ સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સેવાભાવી સંસ્થાઓ ના આગેવાનો, અનિષ રાચ્છ, (રાચ્છ પરીવાર) યોગેશભાઈ સતિકુંવર, રેડ ક્રોસ ગીર સોમનાથ ના કીરીટભાઇ ઉનડકટ તથા, રેનલ ફાઉન્ડેશન ના ડો. મિલનભાઈ દવે, રોહીતભાઈ ભંડેરી, રેડ ક્રોસ સોસાયટી ભાવનગર વતિ સુમિતભાઈ ઠક્કર, તેમનિ ટીમ સાથે તેમજ બારડ હોસ્પિટલ વેરાવળ, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ના નમાંકીત ડોક્ટરોએ આ કેમ્પ માં માનદ સેવા થકી દર્દી દેવો ભવ નિ પંક્તિ ને સાર્થક કરી સફળ બનાવવા વિવિધ રોગોના 764 યાત્રીકોને પોતાના સ્વાસ્થ્ય માટે  નિ-શુલ્કપણે ચેકઅપ કરી દવાઓ આપી નિદાન સાથે માર્ગદર્શન આપ્યું હતું સાથે અનેક યાત્રાળુઓ એ રક્તદાન મહાદાન નિ પંક્તિ ને સાર્થક કરી હોવાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે..
Attachments area

IMG-20220302-WA0408.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *