ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલમહાકું
રમશે ગુજરાત… જીતશે ગુજરાત ‘ અંતર્ગત તા.24/25/03/2022 પટેલ એન.કે.વસાણી વિદ્યાલય જંગરના પટાંગણમાં તાલુકા કક્ષાની 2 દિવસીય એથ્લેટીક્સ સ્પર્ધા યોજવામાં આવેલી હતી….
કુંકાવાવ તાલુકા રમત ગમત કન્વીનર શ્રી મોરિસાહેબ તથા ગોપાલભાઈ ધારૈયા ના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી પ્રાગજીભાઈ વસાણી, સરપંચશ્રી વિપુલભાઈ વસાણી,અશોકભાઈ વાજાની શાળાના આચાર્ય અતુલભાઈ સાંગાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શ્રી પ્રાગજીભાઈ વસાણી અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું અને પ્રસંગોચિત ઉદબોધન આપી બાળખેલવીરોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો . તાલુકા કન્વીનર શ્રી મોરિસાહેબે ખેલદિલીની ભાવના સાથે મેદાન માં ઉતરી પોતાનું કૌશલ્ય બતાવી શાળા અને સમાજનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી. શાળાના શિક્ષિકા બહેન શ્રી પારુલબેન ખડદિયા એ પધારેલા મહેમાનો, કોચ, અન્ય શાળામાંથી આવેલા શિક્ષકોનું ભાવભર્યું સ્વાગત સાથે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળખેલવિરો વધુ ને વધુ પ્રગતિના સોપાન સર કરે ને શાળા, ગામ અને સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપી હતી. શાળાના આચાર્યશ્રી અતુલભાઈ સાંગાણી તથા ધવલભાઈ તથા તમામ સ્ટાફ મિત્રોની જહેમતથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો


