જૂનાગઢ તા.૨૧ વંદે ગુજરાત વિકાસયાત્રા સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત લેરીયા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ વેળાએ કળશધારી સ્કૂલની બાળાઓ દ્વારા ઢોલના નાદે તેમજ શરણાઈની સૂરાવલી સાથે અને કાઠીયાવાડી અશ્વના પાયલોટિંગ સાથે પરંપરાગત રીતે વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી વિવેકાનંદ સ્કૂલ લેરિયા અને સરકારી પ્રાથમિક શાળા દ્વારા બાળાઓએ સ્વાગત ગીત ના રજૂ કર્યું હતું. વિવેકાનંદ સ્કૂલના સંચાલક અને જિલ્લા ભાજપ મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ કોટીલા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓનું તુલસી કુંડા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભો- કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ પ્રસંગોચિત સંબોધન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી, જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભરતભાઈ કોટડીયા અગ્રણી સર્વ શ્રી હરિભાઈ રીબડીયા, રામભાઈ સોજીત્રા, વિરેન્દ્રભાઈ સાવલિયા, અતુલભાઇ ભાયાણી, રમણીકભાઈ દુધાત્રા, જયરાજભાઈ વિકમા, કાંતિભાઈ સાવલિયા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

