Gujarat

જેતપુર નગરપાલિકાના સફાઇ કામદારનું બેભાન હાલતમાં મોત.

જેતલસરમાં રહેતા મનસુખભાઇનું બીમારી સબબ રાજકોટ સીવીલમાં દમ તોડતા પરીવારમાં શોક છવાયો
જેતપુર નગરપાલિકામાં સફાઇ કામદાર મનસુખભાઇ ભીખાભાઇ મકવાણા (ઉ.વ.પર, રહે. જેતલસર, જેતપુર) ગત રોજ ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડયા હતા. જેમને તાત્કાલીક સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા. જયાં તેમનું ટુંકી સારવારમાં મોત થયું હતું.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક મનસુખભાઇ પાંચ ભાઇ બહેનમાં વચેટ હતા અને સંતાનમાં બે પુત્ર છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

IMG-20220721-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *