ગિરગઢડા
ભરત ગંગદેવ…
વેરાવળ-પાટણ શહેરી વિસ્તારમાં રાજયસરકાર ના આઠમા સેવાસેતુનો કાર્યક્રમ લોહાણા બોર્ડીંગ, બસ સ્ટેશન સામે, વેરાવળ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારશ્રીના વિવિધ ખાતાને લગતી વ્યક્તિગત કોઈ પણ સેવાઓની જરૂરીયાત હોય તે એકજ સ્થળે પૂરી પાડવામાં આવી હતી. આસપાસના વિસ્તારોના લોકોએ સેવાસેતુ કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફાંડી એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકાર ની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે. જે સરકાર ની દૂરદર્શિતા અને સમાન્ય લોકો માટેની સહાનુભૂતિ દર્શાવે છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, વેરા સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ધિરાણ સંબંધિત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવેલ. આ તકે નગરપાલિકા ના ઉપપ્રમુખ કપિલભાઈ મેહતા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નીલેશભાઈ વિઠલાણી,બાંધકામ શાખા ના બાદલ ભાઇ હુંબલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


