Gujarat

વેરાવળ પોલીસે રાયોટીંગ જેવા ગંભીર ગુનાના જેલમાંથી વચગાળાના જામીન ઉપર મુકત થઇ નાશી ગયેલ આરોપીને નાઇટ રાઉન્ડ દરમ્યાન પકડી પાડ્યો અહેવાલ  :  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા 

ગીર સોમનાથ જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી વચગાળાના જામીન ઉપર મુકત થઇ નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા સારૂ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજાએ આપેલ સૂચના ના અનુસંધાને આઇપીસી ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૯૫, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૩૩૨, ૩૩૩, ૧૨૦(બી), જી.પી.એકટ-૧૩૫, તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ની ક.૩ મુજબના ગુનાનો આરોપી શાહરૂખશા કાળુશા શાહમદાર રહે.વેરાવળ, મફતીયાપરા જુનાગઢ જેલમાં હોય અને ગઇ તા.૧૯/૦૨/૨૦૨૨ થી તા.૨૫/૦૨/૨૦૨૨ સુધીના વચગાળાના જામીન ઉપર મુકત થયેલ અને વચગાળા જામીનની મુદત પુરી થતા જુનાગઢ જેલ ખાતે હાજર નહી થઇ અને ફરાર થઇ ગયેલ હોય જેને નાઇટ રાઉન્ડ દરમ્યાન બાતમીના આધારે પકડી પાડી જુનાગઢ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી, હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ, કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ, નદીમભાઇ શેરમહમદભાઇ, પ્રવિણભાઇ હમીરભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ સહિતનાઓ જોડાયા હતા.હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220621-WA0236.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *