Gujarat

વેરાવળ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ

વેરાવળ
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના મઘ્ય મ અને ગરીબ સહિત તમામ વર્ગના લોકોને ઉતમ આરોગ્યલક્ષી વિનામૂલ્યે અતિઆધુનિક આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે હેતુથી અનેક પ્રયાસો સાથે કામ કરવામાં આવે છે. તે અંતર્ગત વડનગર ખાતેથી રાજયમાં એકીસાથે ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્તે અઘતન ડાયાલીસીસ સેન્ટસરની તકતી અનાવરણ કરવામાં આવેલ હતુ. જર્મન ટેકનોલોજીના અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરના પાંચ મશીનોથી ૩૬૫ દિવસ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. ડાયાલીસીસ સેન્ટર સંપૂર્ણ એરકન્ડીશન સ્થિતિમાં તૈયાર કરાયેલ છે. જેમાં ચાર કલાકમાં એક દર્દીનું ડાયાલીસીસ કરી શકાય છે. એક અઠવાડિયામાં ફરજીયાત બે વખત ડાયાલીસીસ કરવાની જરૂર પડે છે. સેન્ટરમાં દર્દી દીઠ એક જ વખત જુદી-જુદી મેડીકલ સામગ્રીનો વપરાશ કરી તેનો નાશ કરવામાં આવશે. ઇમરજન્સી સમયમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવશે. હાલ ૩૨ જેટલા દર્દીઓ આ સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા છે. ડાયાલીસીસમાં ચાર કલાક જેટલો સમય લાગવાથી દર્દીના મનોરંજન માટે ટી.વી.ની સુવિધા સાથે જરૂરી એવા પોષણશ્રમ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લાષના લોકો અને દર્દીઓને ઉતમ આરોગ્યરલક્ષી સુવિઘા ઘરઆંગણે મળી રહે તે માટે ભાજપ સરકાર અને અમો કટિબઘ્ઘક છીએ. જેના ભાગરૂપે જ અતિખર્ચાળ ગણાતી ડાયાલીસીસ સારવારની સુવિઘા ઉપલબ્ઘો કરાવી છે. આગામી દિવસોમાં વઘુ જરૂરી આરોગ્યા સુવિઘા સિવિલને મળી રહે તેવા પ્રયાસ કરીશુ. આ સાથે સિવિલ હોસ્પિટલમાં સાંસદ રાજેશ ચુડાસમાની અડઘા કરોડની ગ્રાંટમાંથી તૈયાર કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું જી.પં.પ્રમુખ રામીબેન વાજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતુ. ૭૦૦ એલ.પી.એમ. ક્ષમતા ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટ દરરોજ દોઢ ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જેના કારણે જિલ્લાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાનો ઘણો લાભ મળશે. ગીર સોમનાથ જીલ્લામમાં રહેતા ગરીબ અને મઘ્યલમ વર્ગના દર્દીઓને ડાયાલીસીસ સારવાર માટે રાજકોટ, અમદાવાદ સુધી જવુ પડતુ હતુ પરંતુ હવે ગીર સોમનાથ જિલ્લાના વડા મથકમાં આ મહત્વપૂર્ણ આરોગ્યમ સુવિધા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યામરે પાંચ યુનિટ સાથેના ડાયાલીસીસ સેન્ટર કાર્યરત થતા હવે બહારગામના ઘકકા બંઘ થવાથી દર્દીના પરિવારજનોનો સમય અને પૈસાની બચત થવાથી રાહત થશે તેવી લાગણી એક દર્દીની વાલી કિરીટભાઇ રૂઘાણીએ જણાવેલ હતુ. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પાલીકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, તા.પં.પ્રમુખ સરમણભાઇ સોલંકી, ડો.વઘાસીયા, દેવાભાઇ ઘારેચા, ભરતભાઇ ચોલેરા, ડો.સેજય પરમાર સહિત સિવિલના ડો.બાલુ રામ, ડો.રોય સહિતનો સ્?ટાફ હાજર રહ્યા હતા.

Oxygen-plant-inaugurated.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *