Gujarat

વેરાવળમાં ૨૧મી એપ્રિલે બ્લોક હેલ્થ મેળો યોજાશે  વિનામૂલ્યે નિષ્ણાંત અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા મળી રહેશે…

ગિરગઢડા
   ભરત ગંગદેવ..
રાજ્ય સરકારના જનસુખાકારીના આગવા પ્રકલ્પ એવા બ્લોક હેલ્થ મેળાના માધ્યમથી લોકોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વેરાવળમાં ખારવા સમાજની વાડી ખાતે તા.૨૧-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૦૯ કલાકે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
     બ્લોક હેલ્થ મેળાના આયોજન સંદર્ભે જાણકારી આપતા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર  અતુલ અંકલેશ્વરિયા જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રકલ્પ મુજબ આ આરોગ્ય વિષયક મેળામાં જનરલ ઓપીડીની સાથે આંખ, દાંત વગેરેના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર ઉપરાંત ટેલીમેડીસીનના માધ્યમથી નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની પણ સેવા મેળવી શકાશે.
     નિરામય ગુજરાત હેઠળ બિન ચેપી રોગ બી.પી., ડાયાબિટીસ, કેન્સર વગેરે રોગોના વિનામૂલ્યે નિદાનની સાથે જરૂરિયાત મુજબની દવાઓ પણ  ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મેળામાં સારવારની સાથે રેફરલ સેવાઓ પણ મળી રહેશે.
     આ મેળાના માધ્યમથી રસીકરણની સેવાઓ, આયુષ્માન ભારત કાર્ડ મેળવવવા ઉપરાંત કુપોષણ, યોગ અને ધ્યાન વિશે પણ સમજ સાથે જાણકારી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *