વડોદરા શહેર અને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક બ્રિજ હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વડોદરામાં કુલ 7 જગ્યાઓને ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત પ્રભાવી વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 42 ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં 26 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
વડોદરાના કયા 7 વિસ્તારો ‘બ્લેક સ્પોટ’ છે?
નેશનલ હાઈવે પરના સ્પોટ 1. જાંબુવા GEB કટ પાસે 2.APMC માર્કેટની સામે 3. એરફોર્સ બ્રિજ 4. ગોલ્ડન ચોકડી બ્રિજ
શહેરની અંદરના સ્પોટ: 5. અકોટા બ્રિજ 6. ફતેગંજ પંડ્યા બ્રિજ 7. ડભોઈ ચોકડી તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, હાઈવે પરના 4 અને શહેરના આંતરિક 3 વિસ્તારોને અત્યંત જોખમી માનવામાં આવ્યા છે.

